Gujarat

ખેતી બેંક મા ” રાષ્ટ્ર ધ્વજ સ્તંભનું ઇ- લોકાર્પણ” અને ધ્વજ વંદન કાર્યક્રમ

આજ રોજ ધી ગુજરાત સ્ટેટ કો. ઓપ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. (ખેતીબેંક)
અમદાવાદ વડી કચેરીના પટાંગણમાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે માન. શ્રી ડોલરભાઈ કોટેચા
ચેરમેન દ્વારા "રાષ્ટ્રધ્વજ સ્તંભ નું E-લોકાર્પણ" કરેલ.
ધ્વજ વંદન કાર્યક્રમ સવારે ૯-૦૦ કલાકે માન. શ્રી બીપીનભાઈ પટેલ (ગોતા) અધ્યક્ષ
,સહકારીતા સેલ, ભા.જ.પા. ગુજરાત રાજય ના વરદ હસ્તે રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખેતી
બેંકના વાઈસ ચેરમેન શ્રી ફલજીભાઈ પટેલ, સિનિયર ડિરેક્ટરશ્રી વિરજીભાઈ ઠુંમર, ખડિયા દરબાર,
આદરણીય ગુરૂજી, પૂર્વ MD શ્રી એચ. પી. ગણાત્રા તેમજ બેંકના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી વી.
એમ. ચૌધરી, જનરલ મેનેજર શ્રી કે.બી.પટેલ તથા બેંકના સર્વે અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ
૭૭ મા સ્વતંત્રતા દિવસની ગૌરવપૂર્વક ઉજવણી કરી.
બેંકના સર્વે અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ દ્વારા ૭૭ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી
પ્રસંગે અમદાવાદ વડી કચેરીના પટાંગણ થી સન્યાસ આશ્રમ અને સન્યાસ આશ્રમ થી બેંક નાં
પટાંગણ સુધી "ફ્લેગ માર્ચ " યોજવામાં આવેલ..

WhatsApp-Image-2023-08-15-at-2.39.09-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *