ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ.ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ સંમેલન અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું તા.૧૯-૦૮-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા તેમની ખેત પેદાશોનું સ્ટોલ મારફત નિદર્શન કરવાની સાથે માહિતી આપવામાં આવશે. આ પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ભાગ લેનાર
ઉલ્લેખનીય છે કે, હાલમાં સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દરેક ગામથી ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતા દ્વારા ગ્રામ્ય કક્ષાએ તાલીમ કાર્યક્રમ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમો પણ આયોજિત થઈ રહ્યા છે.
જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ભાગ લેવા આત્મા પ્રોજેક્ટ-જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
