Gujarat

ઉનાના ખાપટ ગામે આવેલા ખાપટ ધામમાં ગુરુ પુનમની ઉજવણી કરાય…

ઊનાના ખાપટધામ કપાસીબાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમાધિ પુજન -બટુક ભોજન દર વર્ષ ની જેમ આ વર્ષે પણ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે સેવક સમુદાય દ્વારા અષ્ટાધ્યાયી રુદ્રી પાઠ થી પુ. કપાસી બાપુ ની ચેતન સમાધિના પુજન – અભિષેક તેમજ
બટુકભોજન -સેવક ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં વિશાળ સંખ્યા મા પુ. બાપુના સેવકોએ લાભ લીધેલ..અત્રે ઉલ્લેખનીય
છે કે અવધુત સંત શ્રી પુરુષોતમગીરી બાપુ (કપાસી બાપુ ) ગુરુ શ્રી ભીમગીરી બાપુ કે જેઓ દીન દુ:ખીયાના બેલી હતા. ખુબ જ
દીર્ઘ આયુષ ભોગવી તા ૧૦/૧/૨૦૧૦ પોષ વદ અગીયારશના રોજ બ્રહ્મ લીન થયા બાદ ખાપટધામ ગામ સમસ્ત તેમજ સેવક
સમુદાય દ્વારા તેમના આશ્રમ ખાતે દર મહિનાની વદ અગીયારશે બટુક ભોજન તેમજ દર વર્ષ પોષ વદ અગીયારશે યજ્ઞ, સંતવાણી,
મહા પ્રસાદનું આયોજન નિયમિત રીતે થાય છે. તેમજ અખંડ ઘુણો, અખંડ જયોત, કબૂતરને ચણ, કુતરાને રોટલા જેવી પુ.બાપુના
વખતની પરંપરા જાળવી રાખેલ છે . ગત માસમા આશ્રમ ખાતે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન પણ થયેલ હતું…

-ગામે-આવેલા-ખાપડ-ધામમાં-ગુરુ-પુનમની-કરવામાં-આવી-ઉજવણી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *