જવાહર નવોદય ચયન પરીક્ષા-૨૦૨૪ તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૪ને શનિવારના રોજ સવારે
૧૧:૩૦ થી ૧:૩૦ ના સમય દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર યોજવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક
વિદ્યાર્થીઓ પોતાના ફોર્મ https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration વેબસાઇટ પરથી તા.૧૦ ઓગસ્ટ
સુધી ભરી શકશે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતા હોય તેમની જ્ન્મતારીખ તા.૧-૫-૨૦૧૨ પહેલા અને તા.૩૧-૭-
૨૦૧૪ પછીની ન હોવી જોઈએ. તેમ નવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડાના પ્રિન્સિપલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
