સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
તા.૧૪/૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલા ખાતે કાર્યરત એન.સી.સી. અને એન.એસ.એસ. યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા/લીલીયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ,અતિથિવિશેષશ્રી ભરતભાઈ ચાંદુ(RFO) સામાજિક વનિકરણ,સા.કુંડલા તથા શ્રી પ્રતાપભાઈ ચાંદુ(RFO)વનવિભાગ,સા.કુંડલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલીયા, કારોબારી સભ્યશ્રી અષ્ટકાંતભાઈ સૂચક, શ્રી જનકભાઈ ઉપાધ્યાય તથા રાજુભાઈ દોશી, સુરેશભાઈ પાનસુરીયા,રાજુભાઈ શિંગાળા, શરદભાઈ પંડ્યા, પ્રવીણભાઈ સાવજ, કેશુભાઈ વાઘેલા, લલીતભાઈ મારુ વગેરે ભાજપ અગ્રણીઓ /મહાનુભાવો તથા પત્રકારોની પ્રેરક ઉપસ્થિત રહી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી.રવિયાએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને પર્યાવરણનું મહત્ત્વ સમજાવેલ. એન.સી.સી.કેડેટ્સ અને એન.એસ.એસ.વોલેન્ટીયર્સની ઉપસ્થિતિમાં કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી મહેશભાઈ કસવાલા તથા અન્ય મહેમાનશ્રીઓ તથા ટ્રસ્ટીશ્રીઓના વરદ્ હસ્તે કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.એમ.જે.પટોળીયા, એનસીસી કમાન્ડિંગ ઓફિસર ડો.એલ.એલ.ચૌહાણ તથા કોલેજના સમગ્ર સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું.


