Gujarat

માંગરોળ શહેરમાંથી નકલી પ્રેસ રિપોર્ટરને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.અને માંગરોળ પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના
તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી મજુબુત બનાવવા અને જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા સુચના કરેલ. જે અન્વયે જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
ગત તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ જનાગઢ પોલીસ સ્ટાફ માંગરોળ પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બીંગમાં હતા તે દરમ્યાન માંગરોળ પી.એસ.આઇ. એસ.એ.સોલંકી અને તેમની ટીમને ઇલ્યાસ અલ્લારખા ધમેરીયા રહે.મીઠીવાવ, માંગરોળ વાળા પાસેથી શંકાસ્પદ જુદા જુદા પ્રેસના કાર્ડ મળી આવેલ જે અંગે તેના ઘરે જડતી તપાસ કરતા મજકુર ઇસમ પાસેથી ઉપરોકત શંકાસ્પદ અલગ-અલગ પ્રેસના કાર્ડ તથા પેન ડ્રાઇવ તથા મોબાઇલો તથા અલગ-અલગ કંપનીના સીમકાર્ડ તથા ખાલી કવરો મળી આવેલ હોય જે બાબતે તમામ ચીજવસ્તુઓ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ,
ઉપરોકત જાણવા જોગ ની તપાસ જુનાગઢ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ એમ.વી.કુવાડીયાને સોંપેલ. જે બાબતે તપાસ એસ.ઓ.જી શાખાના ટેકનીકલ સ્ટાફે REGISTRAR OF NEWSPAPERS FOR INDIA (RNI)વેબસાઈટ ઉપર મજકુર પાસેથી મળેલ પ્રેસ કાર્ડ તપાસ કરતા પાચ કાર્ડ પૈકીનુ પ્રેસ કાર્ડ આઝાદ મીડીયા RNI No.GUJ/2022020345 Reg. No.GJ-22-0166020 વાળુ જે UPEED SAMACHAR, HINDI, UTTAR PRADESH થી રજીસ્ટ્રેશન હોય પરંતુ મો.ઇલ્યાસ અલ્લારખાભાઈ ઘમેરીયા પાસેથી RNI No.GUJ/2022020345 Reg. No.GJ-22-0166020 આઝાદ મીડિયા JUNAGADH/GJU/IND, GHAYERIYA OILYAS, BEURO CHIEF, JUNAGADH, ID No.AA/ME/2023/84/84 Valid Upto:31 DEC, 2013, D.O.B.:19/12/1984 Mob No.9904885650, Authorlsed signature RR OZA, A-208, SURYADARSHAN SOCIETY, KAMREJ ROAD KAREJ SURAT વાળુ મળી આવેલ હોય જેથી મજકુર પાસેથી મળી આવેલ સદર પ્રેસ કાર્ડ ખોટુ બનાવટી બનાવી ઠગાઈ કરવાના ઈરાદાથી પત્રકાર તરીકે તેનો ખરા તરીકે ઉપયોગ કરવા પોતાની પાસે રાખી મળી આવેલ હોય જેથી મો.ઈલ્યાસ અલ્લારખાભાઈ ઘમેરીયા, ઘાંચી, ઉવ.૩૮ ધંધો,ખેતી રહે.મીઠીવાવ, બંદર જાપા પાસે, માંગરોળ જી.જુનાગઢ વાળા વિરૂધ્ધ માંગરોળ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ છે આગળની તપાસ ચાલુ છે,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

IMG-20230826-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *