લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામના મજૂરી કામ કરતા ભુપતભાઈ બાવચંદભાઈ વેકરીયા મજૂરી કામ કરી ઘરે પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તા માં ઝેરી સાપ કરડતાં, તેમના સગા મગનભાઈ એ 108 ઇમરજન્સી ને મદદ માટે કૉલ કરેલ. અમરેલી 108 એમ્બ્યુલન્સ પુંજાપાદર ગામ જવા રવાના થઈ હતી. ઈ એમ ટી સાગર મકવાણા તથા પાઈલોટ આરિફભાઈ શેખ જરુરી મેડિકલ સાધનો લઈ સ્થળ પર પહોંચી દર્દીની તપાસ કરતા દર્દી ને સર્પદંશ જગ્યા પર સોજો આવી ગયેલ તથા ઝેરી અસર થયેલ જણાતાં તુરંત એમ્બ્યુલન્સમાં લઈ અમદાવાદ ઓફિસમાં રહેલા ડોક્ટર ની સલાહ પ્રમાણે ઓક્સિજન તથા જરુરી ઇમરજન્સી ઈન્જેકશ અને સારવાર આપી અમરેલી સિવિલ હોસ્પિટલ માં વધુ સારવાર માટે લઈ આવેલા હતાં.અને દર્દી નો અમૂલ્ય જીવ બચાવ્યો. દર્દીના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો. તથા 108 ઇમરજન્સી પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી સાહેબ અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અમરેલી 108ના સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા. આમ ફરી એક વખત 108 ઇમરજન્સી સેવા આશીર્વાદ રૂપ બની હતી તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રીપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


