કલેકટર શ્રી અનિલકુમાર અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં જૂનાગઢ જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે જનપ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં સાર્થક પરામર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, સંજયભાઈ કોરડીયા અને અરવિંદભાઈ લાડાણીએ પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપતા જમીન દબાણ, જમીન માપણી, આરોગ્ય, પ્રજાકીય સુવિધાઓ, વિકાસના કામોની ગુણવત્તા અને તેની ભૌતિક ચકાસણી, જાહેર માર્ગો, સિંચાઈ, પ્રદૂષણ, સરકારી મિલકતોની જાળવણી, ખનીજ, પુરવઠા, ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવવા, વન વિભાગ વગેરેના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. તેના પ્રત્યુતરમાં સંબંધિત અધિકારીશ્રીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ સંદર્ભે કલેક્ટર કલેક્ટરશ્રીએ પ્રજાકીય પ્રશ્નોનો જરૂરી સંકલન સાથે સમય મર્યાદામાં નિવારણ આવે તે માટે માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. ઉપરાંત સંબંધિતો સાથે બેઠક યોજી, જનપ્રશ્નોનું સકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં કલેકટરશ્રીએ ગામડાંઓમાં જરૂરિયાત મુજબ નવા ગામતળની દરખાસ્ત મોકલી આપવા માટે પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, જિલ્લા વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી દેવેન્દ્ર મીણા, નાયક વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટણી સહિત જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિના સભ્યશ્રીઓ -અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
