Gujarat

શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક જામનગર જિલ્લાના માત્ર અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ તા.૨૧ જુલાઈ સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે

જામનગર તા.૧૫ જુલાઈ, રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીના સર્વાંગી
વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન તમામ જીલ્લામાં નક્કી કરેલ
છે.જે માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
રાજ્ય સરકારના રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક
પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે તાલુકા/ઝોન કક્ષાની વ્યક્તિ વિકાસ અને
યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં પ્રત્યેક જીલ્લાના તાલુકા અને મહાનગરના ઝોન કક્ષાએ ૪૫
યુવક યુવતીઓ માટે ચાર દીવસ માટે વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ યોજવામાં આવનાર છે.
આ શિબિર દરમ્યાન શિબિરાથીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવા મંડળની સ્થાપના,રચનાની કાર્યપદ્ધતિ ,પંચાયતી માળખાણો
ખ્યાલ,નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા ,સામાજિક દુષણો સામે વિરોધ,રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક
માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા જામનગર જિલ્લાના માત્ર અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ જીલ્લા રમત ગમત
અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪,પ્રથમ માળ,રૂમ નં-૪૨,રાજપાર્ક ખાતેથી ફોર્મ મેળવી તા.૨૧/૦૭/૨૦૨૩ સુધીમાં
નામ નોંધણી કરવાની રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ જામનગર
જીલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *