રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી
દ્વારા ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકોમાં ચિત્રકલામાં
રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી માળે તે છે. જેને ધ્યાને લઈ ધોરણ-૬ થી ૧૦ સુધીના ૧૦૦
વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટે વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા શાળાના વિદ્યાર્થીઓ
નિયત નમુના અરજી ફોર્મ ભરી જીલ્લા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જીલ્લા સેવા સદન-૪,રૂમ નં-૪૨,પહેલા
માળે,રાજપાર્ક પાસે,જામનગર ખાતે મેળવીને પરત તા.૨૪/૦૭/૨૦૨૩ બપોર ૧૨:૦૦ કલાકે સુધીમાં મોકલવાનું
રહેશે.વર્કશોપનો સ્થળ અને સમય અરજી આવ્યા બાદ જાણ કરવામાં આવશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-
૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ. આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં
આવ્યું છે.
