મકસુદ કારીગર,કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ના સંદર્ભમાં પ્રેપ સેક્શનના કોર્ડીનેટર જલ્પા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા સ્પેરો મેકિંગ એક્ટિવિટી અને દેશભક્તિ ગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 200 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સ્વાતંત્ર્ય દિનની ગરીમા ને ઉત્સાહભેર ઉજવી. સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ તથા આચાર્ય ડો. રશ્મિન રાવલે છોકરાઓના અને શિક્ષકોના આ ઉત્સાહને જોઈને તેમને બિરદાવ્યા.


