Gujarat

જામનગર જિલ્લાની તમામ મત્સ્ય બોટોની ઓનલાઈન સર્વેની કામગીરી શરૂ કરાઇ તા.૩૧ જુલાઈ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હોવાથી બોટ માલિકોએ સર્વે કરાવવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા અનુરોધ

જામનગર જિલ્લાની તમામ મત્સ્ય બોટોનો ઓનલાઈન સર્વે કરવાની કામગીરી તા.૧૫ જુલાઈથી
શરૂ કરવામાં આવી છે. આ કામગીરી તા.૩૧ જુલાઈ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી સર્વેની કામગીરીમાં દરેક બોટ
માલિક દ્વારા સહકાર આપવા અને પોત પોતાની બોટો સત્વરે ફીશરીઝ ગાર્ડ અથવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીનો
સંપર્ક કરી સર્વે કરાવવાનો રહેશે.
નવી મત્સ્ય સીઝન ચાલુ થતા સુધીમાં જો બોટ સર્વે કરાવવામાં નહી આવે તો નિયમોનુસાર ટોકન, લાયસન્સ તથા ડીઝલ
સબસીડી કે કોઈપણ પ્રકારની યોજનાનો લાભ મળશે નહિ. ઓનલાઇન સર્વે માટે બોટના ફોટોગ્રાફસ તથા બોટની માપસાઇઝ
લેવાની થતી હોય, બોટ માલીકોએ પોતાની બોટ વ્યવસ્થીત રીતે પાર્ક કરી, દરેક બોટ પર ફરજીયાત મત્સ્યોદ્યોગ કાયદા અને
અધિનિયમ-૨૦૦૩ મુજબનો કલર કોડ કરાવવાનો તથા બોટના નામ અને રજીસ્ટ્રેશન નંબર નિયમ મુજબ પેઇન્ટ કરાવવાના
રહેશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *