Gujarat

લીલીયા મોટા પાણી સુવિધા ના લોકાર્પણ પહેલાં જ પાણી ના ટાંકાઓ થયા લીક

ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
લીલીયા મોટા ખાતે ઑટેકા  યોજના અંતર્ગત પાણીનો સંપ તથા ઉચિ ટાંકી જેમાં બે ટાંકી પાંચ પાંચ લાખ લિટરની તથા એક ટાંકી 6.30 લાખ લિટરની તથા પાણીનો સંપ 33 લાખ લિટરનો હોય જેમાં લાઠી રોડ પર ગૌશાળા બાજુમાં આવેલ ઉંચી પાણી ની ટાંકી જે 5 લાખ લીટર ની છે હજી તો એક જ ટાંકી ભરાય અને એ પણ નિતરતી જોઈને લોકોમાં હાશકારો થયો છેલ્લા 40 વર્ષથી અન્ય ગામની અંદર આ યોજના આવી ગઈ હોય ત્યારે લીલીયા નો માંડ માંડ વારો આવ્યો હોય ત્યારે એમાં પણ ટાકી લીક હોય જ્યારે સરકાર આવડો મોટો ખર્ચ કરે છે પણ અધૂરા અધુરા ખર્ચ કરે છે પાઇપ લાઇન નું કામ પૂર્ણ થઈ ગયુ હોય પણ હજી આજ દિવસ સુધી કોઈ રોડ રસ્તા ના ઠેકાણા નથી અને કોઈપણ પાર્ટીના પદાધિકારીનું ચાલતું નથી અને અવારનવાર લીલીયા ગામના સરપંચ દ્વારા પત્રો લખાઈ સે  પણ એમનું કોઈ સાંભળતા ન હોય ત્યારે એવું લાગી રહ્યું છે કે અધિકારી એમની મનમાની કરે છે અગાઉ પણ લીલીયા ની અંદર આજથી અંદાજે 12 વર્ષ પહેલા ગટર નું કામ કરેલ હોય એમાં પણ ચાર પંપિંગ સ્ટેશન તથા પાણીનું શુદ્ધિકરણ કરવા માટેનું તળાવ બનાવેલું હોય પણ હાલ પરિસ્થિતિ એવી છે કે પંપિંગ સ્ટેશનો જ બંધ હાલતમાં છે આજની તારીખ સુધીમાં ગટરને લગતું કોઈ જેટીંગ મશીન કે અન્ય સાધનો આપેલ ન હોય ત્યારે લીલીયા ની જનતા જીવતા નરકા ગાર નો અનુભવ કરી રહી છે ત્યારે કહેવાનું એ છે કે આ ઓટેકા યોજના ગામને તારશે  કે પછી તરસી મારશે એ હવે જોવાનું રહ્યું તો લીલીયા ની જનતાને જો ગટર બાબતે હાઇકોર્ટ સુધી ગય હોય તો હવે આ બાબતે પણ હાઇકોર્ટ જવાનું ન થાય તેની લાગતા વળગતા એ દરકાર લેવી તેમ ઇમરાન પઠાણની યાદીમાં જણાવેલ છે

IMG-20230824-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *