Gujarat

પાટણમાં પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા

પાટણ
રાજ્યમાં નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાટણમાં પણ સામે આવી છે. જેમાં એક વિધર્મી યુવકે યુવતીને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જાે કે યુવતીને વિધર્મી યુવકની વાસ્તવિકતા ખબર પડતા તેણે યુવકને સંબંધ ન રાખવા કહ્યું. પરંતુ વિધર્મી યુવકે યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી. જાે કે યુવતીએ આ અંગે પરિવારજનોને જાણ કરતા છ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *