Gujarat

વલસાડમાં નવી ઠેંફ કારની ચોરી કરનારા બે શખ્સો ઉમરગામ પોલીસના સકંજામાં

વલસાડ
વલસાડમાં નવી ઠેંફ કારની ચોરી કરનારા બે શખ્સો ઉમરગામ પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે બે આરોપીની પૂણા પાસેથી કાર સાથે ધરપકડ કરી હતી. શોરૂમમાં પાર્ક કરેલી કારની ચોરી કરવામાં માસ્ટર માઈન્ડ ગેંગના બે આરોપી ઝડપાયા છે. ઉમરગામના સંજાણમાં આવેલા શોરૂમમાંથી આરોપીઓએ ઠેંફ કારની ચોરી કરી હતી. કારની ચોરી કરનારા શખ્સો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયા હતા. જ્યાં પોલીસે ઝ્રઝ્ર્‌ફના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. હજી કાર ચોરીમાં વધુ લોકોની સંડોવણી હોવાથી પોલીસે વધુ તપાસ તેજ કરી છે. તો બીજી તરફ સુરતમાંથી મોંઘાદાટ નળની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ સિરામિકની દુકાનમાંથી હાર્ડવેરના સામાનની ચોરી કરતી. દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. રાંદેર પોલીસે મોંઘા નળની ચોરી કરતી ગેંગના ૪ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો કુલ રૂ.૧.૫૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *