Gujarat

ગાંધીનગરની હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક

ગાંધીનગર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ૨ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગાંધીનગરમાં અમિત શાહના અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં અમિત શાહ હાજરી આપશે. તેમજ આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના મુખ્યપ્રધાનો હાજરી આપશે. આવતીકાલે એટલે ૨૮ ઓગસ્ટના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી હોય છે. જાે કે કોરોનાના સમયગાળા દરમિયાન આ બેઠકનો ક્રમ જળવાઇ શક્યો ન હતો. જે પછી આ બેઠક ફરી મળવાનું શરુ થયુ છે. ત્યારે ફરીએક વાર આ બેઠક ગાંધીનગરમાં મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠક ૨૮ ઓગસ્ટે સવારે ૧૦ વાગ્યે શરુ થવાની છે. આ બેઠક બપોરે ૨ કલાક સુધી ચાલશે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *