Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં અમરેલી જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા અને પેરોલ રજા પરથી છ માસથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ
કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૨/૨૦૧૦, ઇ.પી.કોકલમ ૩૦૨, ૧૨૦(બી)
મુજબના કામે સંડોવાયેલ આરોપી રિઝવાન ઉર્ફે રિઝુડો મહંમદભાઇ રફાઇ, રહે.ગારીયાધાર વાળાને નામ. સેશન્સ કોર્ટ,અમરેલી દ્વારા તા.૦૫/૦૭/૨૦૧૧ ના રોજ આજીવન કેદ અને દંડ રૂ.૧૦,૦૦૦ – /ની સજા થયેલ .મજકુર આરોપી પાકા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલમાં હતો .આરોપી રિઝવાન ઉર્ફે રિઝુડો મહંમદભાઇ રફાઇ, રહે. ગારીયાધાર વાળો અમરેલી જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો તે દરમ્યાન નામ.ગુજરાત હાઇકોર્ટમાંથી દિન-૧૫ ના પેરોલ રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયેલ હતો. મજકુર કેદીને તા.૦૭/૦૭/૨૨ ના રોજ અમરેલી જિલ્લા જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે જેલમાં હાજર થયેલ નહીં અને ફરાર થઇ ગયેલ. આમ, પકડાયેલ કેદી છેલ્લાં છ માસથી નાસતો ફરતો હતો.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમ દ્વારા પેરોલ રજા પરથી ફરાર થયેલ અને છેલ્લા છ માસથી નાસતા ફરતા પાકા કામના કેદીને આજ રોજ તા.૧૫/૦૨/૨૦૨૩ ના અમરેલી, ભારતનગર મુકામેથી ઝડપી લઇ અમરેલી જિલ્લા જેલ હવાલે મોકલી આપેલ છે.
પકડાયેલ કેદી:-
રિઝવાન ઉર્ફે રિઝુડો મહંમદભાઇ રફાઇ (ફકીર), ઉ.વ.૩૫, રહે.ગારીયાધાર, મફતનગર, નવાગામ રોડ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. ઉદચભાઈ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230215-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *