લોક કલ્યાણ ના કાર્ય કરતી અને ખરેખરા અર્થ માં માનવ અધિકાર તથા સેવા માટે સતત પ્રયત્નશીલ સંસ્થા *માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન,ગાંધીનગર* ની એક બેઠક આજરોજ સ્વર્ણિમ પાર્ક,ઘ-૪,ગાંધીનગર ખાતે સાંજે ૬:૦૦ કલાકે મળેલ.સંસ્થા ના કર્મશીલ પ્રમુખ શ્રીમતિ વીણાબા ઝાલા દ્વારા સર્વે સદસ્યોશ્રીઓ ને આવકારવા સહ બેઠકનો પ્રારંભે સંસ્થા દ્વારા આગામી સમય માં કરાનાર સેવા કાર્ય વિશે સહયોગ કરવા અપીલ કરેલ.ખાસ કરીને અભ્યાસ/નોકરી અર્થે અપડાઉન કરતી દિકરીઓ માટે સેનેટરી નેપકિન વિતરણ તથા સરળતા થી ઉપલબ્ધ સેવા કરવા વિશે માર્ગદર્શન આપેલ.ત્યારબાદ સર્વે સદસ્યોશ્રીઓ નો પરિચય સત્ર થયેલ.ત્યારબાદ પ્રમુખશ્રી ની અપીલ મુજબ આગામી સેવા કાર્ય માટે તમામ સદસ્યશ્રીઓ નાં મંતવ્ય માંગતાં વિનોદભાઈ ઉદેચા દ્વારા જણાવેલ કે આગામી સમય માં આરોગ્ય સહિત ના જનતા ને મળતા લાભ વિશે વિવિધ અને ખાસ કરી ને સેવા વસ્તી(છાપરા વિસ્તાર) માં જાગૃતી કાર્યક્રમ,પડી રહેલી ગરમી અને તાપ ના વાતાવરણ માં સખત જરૂરીયાત વાળી જગ્યાઓ એ પાણી ની પરબ નિર્માણ કાર્ય,ગરીબો,બાળકો ને પગરખાં વિતરણ,સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ પ્રસુતાઓ ને ફ્રુટ વિતરણ તથા બાળકો ને પ્યોર કોટન ના બાળોટીયાં આપવા સહિત નું સુચન કરેલ,શ્રીમતી હેતલબેન તપસ્વીભાઈ દવારા જરૂરીયાતમંદ બહેનો ને પગભર થવા દર માસે પાંચ બહેનો ને બ્યુટી પાર્લર ટ્રેનીંગ આપવા ની સેવા કરવા જણાવેલ,તપસ્વીભાઈ દ્વારા પાણી પરબ વિશે જણાવેલ,તેજસભાઈ દ્વારા ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવા જેવાં કાર્યો હાથ ધરવા જણાવેલ.આ પ્રમાણે વિવિધ સુચનો/મંતવ્ય આવેલ અને તે કાર્યો કરવા નિર્ણય લેવાયેલ.આ બેઠક માં જીલ્લા પ્રમુખ વીણાબા ઝાલા,શહેર પ્રમુખ તેજસભાઈ આચાર્ય,વિનોદભાઈ ઉદેચા,ભારતીબા ડાભી,
પદ્મકાંતભાઈ પટેલ,હિરલબેન ઝાલા,મનિષભાઈ પરમાર,હિરલબા રાઠોડ,કિંજલબા ડાભી સહિત ના સદસ્યોશ્રીઓ એ ઉપસ્થિત રહી ને સેવા સહયોગ આપવા જણાવેલ.અંતે તપસ્વીભાઈ એ સંસ્થા વતી સૌનો આભાર વ્યક્ત કરેલ.
અમારો whatsapp નંબર 9426555756




