પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો,લોકોના ટોળા ઉમટી પડ્યા
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ કંસારા ના ટીમ્બા પાસે બાવળની કાંટમાંથી 65 વર્ષના પુરૂષ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા પોલીસ ને આ ઘટનાની જાણ થતા PSI એચ.એ.વસાવા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો મૃતદેહ ને પી.એમ.માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે મળી આવેલ મૃતદેહ રાણપુર તાલુકાના અણીયાળી ગામના માનસંગભાઈ વિઠ્ઠલભાઈ મેટાળીયા(ઉંમર-65 વર્ષ )હોવાનુ સામે આવ્યુ હતુ અને આ મૃતક માનસંગભાઈ છેલ્લા 3 દિવસ થી ગુમ થયેલ હતા અને તેમના પુત્ર એ રાણપુર પોલીસ માં જાણ પણ કરી હતી તેવુ જાણવા મળેલ છે.આ મૃતક પુરૂષ નું ક્યા કારણોસર મોત થયુ તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે…

