Gujarat

જય શ્રી રામ ના નારા, શણગારેલા રથ અને આતિશબાજી સાથે વડિયા માં નીકળી વિશાળ ભવ્ય શોભાયાત્રા

રામ, લક્ષમણ, સીતા, હનુમાન ના પાત્ર સાથે રથ શણગાર સાથે શોભાયાત્રા નીકળી જેમા સાથે અનેક ટ્રેક્ટર પણ જોડાયા.
મોટી સંખ્યા માં વડિયા વાસીઓ એ શોભાયાત્રા માં ભાગ લીધો
પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાવકુભાઇ ઊંધાડ ની આગેવાની માં નીકળી શોભાયાત્રા
નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઈ વેકરીયા સહીત સ્થાનિક આગેવાનો શોભાયાત્રા માં જોડાયા
ઠેર ઠેર ચા, પાણી, ઠંડાપીણા, નાસ્તા ના સ્ટોલ લાગ્યા
સમગ્ર વડિયા માં જય શ્રી રામ ના નારા ગુંજ્યા
લોકો પણ મન મૂકી ને શોભાયાત્રા માં રામ મય બન્યા
બે કિલોમીટર જેટલી શોભાયાત્રા માં પગપાળા ચાલી લોકો, નેતાઓ અને સંતોએ હાજરી આપી.
વડિયા ગ્રામપંચાયત દ્વારા સફળ આયોજન કરી પોલીસ ના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે શાંતિ પ્રિય મહોલ માં યોજાઈ શોભાયાત્રા
હિન્દૂ મુસ્લિમ ધર્મ ના લોકો એ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ઉજવી કોમી એકતા નુ ઉદાહરણ પૂરું પાડ્યું.

Screenshot_20240122_132830_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *