Gujarat

સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા ૬૧ વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા.

સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સરપંચ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા શાળામાં વાઇફાઇ પણ ફ્રી.
સાવરકુંડલા તાલુકાના  મોટાઝિંઝુડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ના બાળકોને ટેબલેટસ વિતરણ કરવામાં આવ્યા હતા આ ટેબલેટસ અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા તેમજ દાતા ભરતભાઈ દેસાઈ અને સમવિંદ વેન્ચર્સનાં સહયોગથી આપવામાં આવેલ છે આ સાથે શાળામાં STEM લેબ તથા બાળકો માટે 2022 થી વાઈફાઈ સુવિધા ફ્રી આપવામાં આવેલ છે દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થી આ ડિજિટલ યુગમાં  ખૂબ સારું ટેકનોલોજીને લગતું શિક્ષણ પણ મેળવી રહ્યાછે આ તકે વાલીઓ દ્વારા તેમજ શાળા દ્વારા ભરતભાઈ દેસાઈ તેમજ AIFનો આભાર માનવામાં આવ્યો હતો મોટાઝિંઝુડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ ના ૬૧ વિદ્યાર્થીઓને અમરેલી જીલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયા, સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, મોટાઝીંઝુડા ગામના પૂર્વ સરપંચ ભાભલુભાઈ ખુમાણ, અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનપતિ ભીખાભાઇ ધોરાજીયા, શાળાના આચાર્ય અમૂલભાઈ, તલાટી મંત્રી હરદેવભાઈ પંડ્યા સહિતના સામાજીક, રાજકીય અગ્રણીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ  અમીતગીરી ગોસ્વામી દ્વારા એક યાદીમાં જણાવાયું હતું

IMG-20240122-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *