Gujarat

કેશોદ શહેરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાને લઇ બેઠક મળી

કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવનારી રામનવમીના દિવસે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા નીકળે એમના આયોજનના ભાગ રૂપે રણછોડારાય મંદિરે તમામ હિન્દૂ સમાજના પ્રમુખ આગેવાનો તમામ એનજીઓ પ્રમુખ આગેવાનો તમામ વેપારી એસોશિયન ના આગેવાનો અને વેપારી મિત્રો રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તાની મિટિંગ યોજાઈ  જેમાં આ શોભાયાત્રામાં તમામ હિન્દૂ સમાજ વાહનો શણગારી જોડાશે  શોભાયાત્રાના રૂટ પર 35 કરતા  પણ  વધારે જગ્યા પર ઠંડપીણાં આઈસ્ક્રીન ફ્રૂટ તથા અલ્પાહારના સ્ટોલ રાખવામાં આવશે ખાસ આકર્ષણ કેશોદમાં પહેલીવાર શોભાયાત્રામા 8 કરતા પણ વધારે ડીજે અને 1100 ભગવા ધ્વજ સાથે 11 ફૂટની પ્રતિમા સાથે ભગવાન શ્રી રામ ની શાહીસાવારી કેશોદના મુખ્ય માર્ગો પર નીકળશે અને લોકો દ્વારા ઠેર  ઠેર શોભાયાત્રામાં પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ સોલંકી દ્વારા દરેક હિન્દૂ સમાજને અપીલ કરવામાં આવી છે કે બપોર પછી સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવા વસ્ત્રો સાથે શોભાયાત્રા માં જોડાવવું  સાથે તમામ હિન્દૂ સમાજનો આભાર માન્યો