Gujarat

માંગરોળ તાલુકાના મકતુપુર ગામે ક્ષત્રિય સમાજની ક્ષતરરાણીઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના ની રાજકોટ લોકસભા ની ઉમેદવારી રદ કરવાના સૂર ઉઠયા અને તેમની ઉમેદવારી રદ નહી થાય તો રણચંડી બની આ આંદોલન ને માંગરોલ તાલુકામા ઉગ્ર બનાવવામા આવશે તેવા શુર ઉઠયા

મકતુપુરના દરબારગઢ ધજા વાળીના ધામ ખાતે મોટી સંખ્યા ક્ષત્રિય સમાજની બહેનોએ પરસોત્તમ રૂપાલાના નિવેદન ને લઈ રોષ વ્યક્ત કર્યો,,,
રૂપાલાની ટીકીટ રદ નહી થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સુર ઉઠ્યા અને અહી ભાજપ નો પ્રચાર કરવા દેવામા નહી આવે મારો સમાજ મારો સ્વાભિમાન, રુપાલાની ટીકીટ રદ કરો રદ કરો ના નારા લગાવ્યા  રાજકોટ લોકસભા પર પરસોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ કરવાની નહી થાય તો દરબારગઢમાં ભાજપ ને પ્રવેશ કરવા દેવામા નહી આવે તેના સર્વે બહેનોએ શપથ લીઘા