ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરનામામાં ફેરફાર
અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર) લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભાવનગર (એકમ) કચેરી કાર્યરત થયા તારીખથી ભાવનગર સ્થિત એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત હતી. જે કચેરીનું સ્થાળાંતરણ તા.૨૭ ઓગસ્ટ, ૨૦૨૪થી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર એકમ, એસ-૩ બીજો માળ, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. કચેરીને લગતી કામગીરીઓ બાબતે, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર એકમ, એસ-૩ બીજો માળ, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર પિન નં.૩૬૪૦૦૧ ફોન નં. (૦૨૭૮) ૨૨૧૦૯૮૦ astdir-acb-bhr@gujarat.vo.in પર સંપર્ક કરવો, તેમ લાંચ રૂશ્વત, વિરોધી બ્યુરો, ભાવનગર એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યું છે.
