ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવસેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 14મીના રોજ અત્રે જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે સવારે 9થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ અને શસ્ત્રક્રિયા કેમ્પ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દાતા સદગૃહસ્થ રતિલાલ નાનજીભાઈ વાઢેર પરિવાર (હ. જગદીશ ચાવડા)ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ નેત્ર કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તેમજ ટેક્નીશીયનો તેમની સેવાઓ આપશે.
દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી, નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તબીબ ડો.નિલેશ રાયઠઠ્ઠા દ્વારા દર્દીઓને તપાસી, વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને માનવસેવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.

