Gujarat

તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ થતાં અરજદારો હેરાન થયા.

તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ થતાં અરજદારો હેરાન થયા.

ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિને યોજાય છે. લોકોને પોતાના પ્રશ્નો ને લઈને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. ઓગસ્ટ મહિનાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ 28/08/2024 ના રોજ યોજાવાનો હતો. પરંતુ વરસાદના કારણે આ કાર્યક્રમ રદ થયો !! કાર્યક્રમ રદ થતાં તાલુકા કક્ષાએથી અરજદારોને જાણ ન કરાતા અરજદારો વરસતા વરસાદમાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચીને તેઓને જાણ થઈ કે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. *વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ કે વ્યાસે* જણાવ્યું કે કાર્યક્રમ રદ કરો તો અરજદારને ટેલીફોનીક જાણ કરો જેથી તેઓ ને ખોટો ધરમ ધક્કો થાય નહીં.

IMG-20240828-WA0012-1.jpg IMG-20240828-WA0013-0.jpg