Gujarat

અમરેલી 108 દ્વારા ચાલુ વરસાદમાં જોખમી સગર્ભાની નોર્મલ પસુતિ કરાવતી અમરેલી 108 ની ટીમ

108 એમ્બ્યુલન્સ ના EMT દ્વારા ચાલુ વરસાદે રીક્ષા માં જ નોર્મલ ડિલિવરી કરાવી

અમરેલી જિલ્લા ના અમરેલી તાલુકાના કેરિયાનાગસ ગામ ની વાડી વિસ્તાર માં મજૂરી કરતા પરપ્રાતીય પરિવારના અનિતાબેન સાયસીંગભાઈ સિંગાડને રાત્રે વાડી વિસ્તારમાં પ્રસૂતિ ની અસહય પીડા ઉપાડતા તેમના પતી દ્વારા 108 ને મદદ માટે કોલ કરેલ. અને જણાવેલ કે અમે વાડી વિસ્તાર માં છીએ અને વરસાદ શરૂ છે તો વાડી માં એમ્બ્યુલન્સ આવી શકે તેમ નથી તો અમે તેમને રિક્ષા માં લઈ ગામ તરફ આવીએ છીએ, તે દરમિયાન દર્દી ને રસ્તા માં રિક્ષા માં અસહ્ય પ્રસૂતિ ની પીડા થયેલ હતી, અમરેલી 108 એમ્બ્યુલન્સ કેરિયાનાગસ ગામ જવા રવાના થઈ હતી. અનિતાબેનને પ્રસૂતિ ની અસહય પીડા ઉપડતાં ઈએમટી સાગર મકવાણા તથા પાયલોટ જયેશભાઈ ખુમાણે જરુરી સાધનો લય જય ને યોગ્ય સ્ટેચર માં દર્દી ની તપાસ કરતા માલુમ થયેલ કે રિક્ષા માં જ ડિલિવરી કરારવાની ફરજ પડી. ઈએમટી સાગર મકવાણા દ્વારા યોગ્ય સુજબુજ થી ચાલુ વરસાદમાં જ રિક્ષા માં નોર્મલ ડિલિવરી કરાવી. ડિલિવરી સમયે બાળક ઓછું રડ્યું અને ઑક્સીજન ઓછું અને હલન ચલણ ઓછું હોવાથી તાત્કાલિક અમદાવાદ ઓફિસ માં માં રહેલા ડોક્ટર ડો.મયુર સર ની સલાહ પ્રમાણે બેબી અને ઓક્સિજન આપી બાળક નો જીવ બચાવેલ અને માતા બાળક સારવાર સાથે ને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અને માતા બાળક નો અમૂલ્ય જીવ બચાવેલ તેમના સગા સબંધી એ 108 ટીમ ના કર્મચારી નો આભાર માન્યો હતો.

રિપોર્ટ… વિપુલ મકવાણા અમરેલી