કોડીનાર તાલુકાના વડનાગર ગામે મોચી સમાજ વડનાગર દ્વારા આજરોજ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખોડિયાર માતાજીના મંદિરે આવેલ મકવાણા પરિવાર મંદિરના ગ્રાઉન્ડ ખાતે આ મહોત્સવનું આયોજન થયું છે.
આ આયોજનમાં સમાજના આગેવાનો તથા યુવાઓએ સાથે મળીને સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. ખાસ કરીને લી ભરતભાઈ લાલજીભાઈ મકવાણા અને મનુભાઈ ગીગાભાઈ મકવાણાના સહકારથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાયો છે.

આ પ્રસંગે ગામના લોકો અને સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગામના સગાં-વહાલા, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાતા નવરાત્રી મહોત્સવને ભવ્યતા મળી રહી છે.
રિપોર્ટર પરેશ લશ્કરી

