સુરતના ઝાપાબજાર વિસ્તારમાં આવેલા જે.જે. જલેબીની દુકાનમાં શનિવારે રાત્રે પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરી લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. દુકાન આગળ ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને 4-5 લોકો દુકાનમાં ઘૂસી તોડફોડ કરતા રહ્યા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી., જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો. આખરે ચાર લોકો ની ધરપકડ કરવામાં આવી છે.
દુકાનમાં ઘૂસી કરી તોડફોડ કરવામાં આવી મહિધરપુરા વિસ્તારમાં આવેલા જે.જે. જલેબીની દુકાન પર અચાનક કેટલાક શખ્સોએ ધમાલ મચાવી. કઢાઈઓ ઉછાળી દીધી, કાઉન્ટર ટેબલ ઉથલાવી દીધું અને માલસામાનને ભારે નુકસાન પહોંચાડ્યું.
ઘટના દરમિયાન દુકાનદારે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હુમલાખોરો સતત ત્રણ મિનિટ સુધી બબાલ અને તોડફોડ કરતા રહ્યા.જ્યાં લોકો જલેબી અને ફાફડા ખરીદવા આવતા હોય, ત્યાં એકાએક ડંડા અને લાત-ઘૂંસાના હુમલાનો દ્રશ્ય સર્જાયો. આસપાસના લોકો આ હંગામો જોતા રહી ગયા.
CCTV ફૂટેજ આધારે 4 શખ્સોની ધરપકડ જ્યારે તોડફોડનો વીડિયો વાયરલ થયો, ત્યારે મહિધરપુરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. CCTV ફૂટેજના આધારે 4 શખ્સોની ઓળખ થઈ અને તેમને ઝડપી લેવામાં આવ્યા.
પકડાયેલા આરોપીઓ માં મોહમદ નઈમ મોહમદ હુસૈન શેખ, હુસામા કાદર શેખ, મોહમદ ઈમ્તિયાઝ શેખ, અહમદ ઈમ્તિયાઝ શેખ શામેલ છે. આરોપીઓ ઝાપાબજાર, મહિધરપુરા, સુરત શહેરના રહેવાસી છે. પોલીસએ IPC કલમ 296(બી), 324, 54 મુજબ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.