જુનાગઢ જીલ્લાના સાયબર ક્રાઇમના ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજા તથા તેમના ૨,સાગરીતોને તપાસ દરમ્યાન અટક કરતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ રેન્જ સાયબર પો.સ્ટે. FIR ભારતીય ન્યાય સંહીતા તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ- મુજબની તપાસ જૂનાગઢ એસ.ઓ.જીના પોલીસ ઇન્સ.શ્રી પી.સી.સરવૈયા નાઓ ચલાવી રહેલ હોય જે ગુન્હાની ટૂંક વિગત
તે એવી રીતે કે, આ કામના આરોપી હિરલબા જાડેજા તથા તેમના માણસો નૈતિક માવાણી, સચીન મહેતા, હીતેષ ઓડેદરા તથા તપાસ જે ખુલે તેઓ દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી પ્રતાપભાઈ ભરાડ, પારસભાઇ જોષી તથા ભરતભાઈ સુત્રેજા તથા અન્ય તપાસમાં ખુલે તેઓને કપટપુર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલો આધારે બોગસ પેઢીઓ બનાવડાવી તથા પેઢીઓના નામના સિક્કાઓ બનાવડાવી તેઓ ત્રણેયની જાણ બહાર તેમના નામના જીએસટી નંબર તથા અન્ય સર્ટીફિકેટ કઢાવી જે સર્ટીફિકેટ ખોટા છે તેવુ આરોપીઓ જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવી કપટપુર્વક ત્રણેય પાસેથી બેંકના કોરા ચેકોમાં તેમજ આરટીજીએસ ફોર્મમાં સહીઓ કરાવી તે મેળવી લઈ, સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજયોના અલગ અલગ ભોગબનનાર પાસેથી છેતરપીંડીથી મેળવેલ રૂપીયા તે રૂપીયા સાયબર ફ્રોડના છે તેવું જાણતા હોવા છતા જાણીબુજીને સાહેદોના કુલ ૨૨ બેંક ખાતાઓમાં વારંવાર મેળવી લઇ પ્રોપરાઇટરોની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી નાણા ઇલેક્ટ્રોનીકના માધ્યમથી ઓનલાઇન ટ્રાન્સફર તથા કેસ વિડ્રોલ કરી રૂપીયાને સગેવગે કરી સાયબર ફોડની ઠગાઇના નાણાનો આર્થિક લાભ મેળવી ગુનો કરેલ હોય.
જે ગુન્હાની તપાસ એસ.ઓ.જી શાખા જૂનાગઢના પોલીસ ઇન્સ. શ્રી પી.સી.સરવૈયાનાઓ ચલાવી રહેલ હોય જે તપાસ દરમ્યાન આજ રોજ નીચે મુજબના કુલ-૦૩ આરોપીઓને અટક કરવામાં આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે.
* અટક કરેલ આરોપીઓ(૧)હિતેષ ભીમાભાઈ ઓડેદરા, મેર ગામ-કુછડી તા.જી. પોરબંદર હાલ રહે.બોખીરા, વ્રજ વાટીકા સોસાયટી, પોરબંદર, ભાડેથી-હીરલબા જાડેજાના મકાનમાં
(૨)સચીન કનકરાય મહેતા, જૈન વાણીયા .સી-૨૦૧, આદીનાથ એવન્યુ, જૈન સોસાયટી, એન.એલ હાઈસ્કૂલની બાજુમાં, નરસીંગ લેન, મલાડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૪
(૩)હિરલબા વા/ઓ ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા મેર, .સુરજ પેલેસ, હોટલ કાવેરી પાસે, પોરબંદર
રિપોર્ટર મહેશ કથિરીયા