વર વધુ ની લગ્નવિધિ કરાવી આપી સોસાયટી ના રહીશો નુ અનેરું દાન
રાજકોટ ખાતે ગત રોજ રવિવાર ના દિવસે રેલનગર માં સેનવંશી સમાજ ના સમૂહ લગ્નોત્સવ નુ ભવ્ય જાજરમાન આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમુહલગ્નોત્સવ ના આયોજકો એ નિર્ધારિત રકમ પડાવીને બાદમાં લગ્ન આયોજકો ફરાર થય જતા માંડવીયાઓ ની હાલત બહુ ખરાબ કફોડી થય જવા પામી હતી. જેમાં વેરાવળ ની શ્રી હાઉસિંગ સોસાયટી ના રહીશ અને વરવધુ ના વાલીઓ શ્રી મનોજભાઈ ચૌહાણ તેમજ મુકેશભાઇ પરમાર જેઓ પુત્ર અને સુપુત્રી ના મેરેજ રાજકોટ ખાતે યોજાવવા ના હતા.

પણ આયોજકો ફરાર થય જતા હાલત બંને ની કફોડી થય ગય હતી બાદમાં ગ્રામ પંચાયત સદસ્ય પારુલબેન ભૂત અને તેમના હસબન્ડ સંજયભાઈ ભૂત સાહિતનાઓ નો સોસાયટી માં આ સમગ્ર મામલે વર વધુ ના વાલીઓ એ સંપર્ક સાધ્યો હતો. ઘટના વર્ણવી હતી.બાદમાં સોસાયટી માંજ આશરે 2 કલાક માં વર વધુ ના ધડિયા લગ્ન ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું અને તાબડતોડ બધું એકઠું કરવામાં આવ્યું હતું.

અને સમૂહ લગ્ન ના આયોજકો નાસી જવાની ઘટના માં સોસાયટી ના આગેવાનો તેમજ રહીશો સહીતનાઓ ની ઉપસ્થિત માંજ કન્યા પૂજા મનોજભાઈ ચૌહાણ, અને વર,જયેશ મુકેશભાઇ પરમાર બન્ને એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા.લગ્નોત્સવ ને સફળ બનાવવા સોસાયટી ના રહીશો સગા સ્નેહીઓ, આગેવાનો સહિતનાઓ એ મેનેજમેન્ટ કરી વ્હારે આવી કન્યાદાન,સહીત ની સમગ્રવિધિ ટૂંકા સમય માં પૂર્ણ કરી હતી.લગ્ન સમાપન થયા બાદ વર વધુના ચહેરાઓ માં ખુશી જોવા મળતી હતી.અને અતિથિ મહેમાનો એ નવ દંપતી ને જીવન સુખમય નીવડે એવા આશીર્વાદ આપ્યા હતા.તેમજ સોસાયટીના રહીશો ની માનવતા મહેકી ઉઠતા શાપર-વેરાવળ વાસીઓ એ સરાહના કરી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

