સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરાએ કરિયાવર આપી અદભુત સેવા કરી..
રઘુવંશીની ઉદારતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડતાં સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરા.
અંતે તો નાવલીનું ખમીર અને વળી રઘુવંશી એટલે પછી પૂછવું જ શું? અન્ય જ્ઞાતિ સમાજે પ્રેરણા લેવા જેવું ઉતમ માનવતાવાદી સેવાકાર્ય
ખૂબ જ ટૂંકા સમયમાં આ ઘટનાની જાણ થયે માત્ર એક કલાકની અંદર અઠયાવીસ સેટ ખરીદીને એ નવદંપતીઓને અર્પણ કરવાની એ ભાવના જ રઘુવંશીની ખરી ઓળખ ગણાય. અને આવીરીતે એ આશાસ્પદ નવદંપતીઓના આશીર્વાદ મેળવવા એ ખરેખર સતુત્ય સેવાકાર્ય ગણાય કરિયાવરમાં બાકી રહેતાં નવદંપતીઓ આ નંબર 9327677377 સંપર્ક કરે

રાજકોટ ખાતે તા.૨૨ ફેબ્રુખારીએ ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે ૨૮ વરઘોડિયાં સાથેની જાન જ્યારે લગ્ન સ્થળે પહોંચી ત્યારે અહીં કોઈપણ પ્રકારનું આયોજન જ જોવા મળેલ ન હતું. આ સમયે જાન લઈને આવેલા લોકોએ તપાસ કરતા આયોજકો પૈસા લઈને ફરાર થઈ પોલીસ દોડી આવી હતી અને કેટલાંક વર-વધુના લગ્ન કરાવ્યાં હતાં. આ ઘટનાની જાણ સેવાભાવી લોકોને થતાં પોતાનાથી બનતી મદદ કરવા દોડી ગયા. જેમાં સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરાએ તમામ ૨૮ દંપતીઓ માટે કરિયાવરની વ્યવસ્થા કરી છે.
જેમાં ગેસનો ચૂલો, મિક્ચર, કુક્કર અને બ્લેન્ડરની સેવા કરી માનવતાવાદી અભિગમ દાખવ્યો છે. કૃણાલભાઈ ૨૮માંથી અંદાજે ૧૮ જેટલા દંપતીઓનો સંપર્ક કરીને આ ચાર વસ્તુઓનો સેટ આપી સહર્ષ અર્પણ કરેલ છે બાકી રહેલા ૧૦ જેટલા દંપતીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કૃણાલભાઈ સાથેની ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે, બાકી રહેતા દંપતીઓ ૯૩૨૭૬૭૭૩૭૭ મોબાઈલ નંબર પર સીધો સંપર્ક કરી શકે છે.
તેમજ દંપતી પરિવાર જ્યાં હશે ત્યાં કૃણાલભાઈ તેમના સ્વખર્ચે આ ચાર વસ્તુઓનો સેટ પહોંચાડી દેશે. કૃણાલભાઈના આ માનવતાવાદી અભિગમની ઠેર-ઠેર પ્રસંશા થઈ રહી છે. આ સમાચાર જાણ સાવરકુંડલાવાસીઓને થતાં સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણીઓ દ્વારા તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે
બિપીન પાંધી સાવરકુંડલા

