Gujarat

રાણપુરમાં આવતીકાલે સમસ્ત મોલસલામ ગરાસીયા સમાજના 15 માં સમુહ લગ્ન યોજાશે..

રાણપુરમાં આવતીકાલે સમસ્ત મોલસલામ ગરાસીયા સમાજના 15 માં સમુહ લગ્ન યોજાશે..

21 દુલ્હા-દુલ્હન સમૂહ માં નિકાહ પઢી પ્રભુતા માં પગલા માંડશે..

હાલના મોંઘવારીના સમયમાં દેખા-દેખી છોડી ને સમાજ એક તાંતણે બાંધાય ખોટા ખર્ચા નહી કરીને સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુ સાથે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવતીકાલે તારીખ:19-1-2025 ને રવિવારના રોજ મર્હુમ હાજી ફતુભા દાદભા પરમારના જીનમાં સમસ્ત મોલેસલામ ગરાસીયા સમાજ દ્વારા 15માં ભવ્ય સમૂહ લગ્ન યોજાશે.આ સમૂહ લગ્નની અંદર 21 દુલ્હા-દુલ્હન સમૂહમાં નિકાહ પઢશે અને પ્રભુતામાં પગલા પાડશે.સમાજના આગેવાનોની હાજરીમાં આ 15 માં ભવ્ય સમુહ લગ્ન યોજાશે.જેમાં જાણીતા ઉદ્યોગપતિ કૌશલભાઈ કલ્યાણી(ડિરેક્ટર રીયલ સ્પિનટેક્સ),ડો.હસન રાણા(હેડ.એમ.કોમ વિભાગ ખંભાત કોલેજ) તેમજ કુમારી નીલમબા રાણા(પ્રિન્સિપાલ સાર્વજનિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નાપાવાટા)સહિતના આગેવાનોની હાજરીની અંદર આ ભવ્ય સમૂહ લગ્ન યોજાશે. આ 15માં સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી 21 દુલ્હનને મોટા પ્રમાણમાં કરિયાવર પણ આપવામાં આવશે. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાણપુર મોલસલામ ગરાસીયા સમુહ લગ્ન કમિટીના પ્રમુખ,ઉપ.પ્રમુખ,મંત્રી,ખજાનચી સહિતના કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

રીપોર્ટર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250117-WA0051.jpg