જામનગરમાં પાવન પરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા અધિક જેઠ સુદ 8 (23 મે, 2026, શનિવાર) થી અધિક જેઠ સુદ 15 (31 મે, 2026, રવિવાર) સુધી ચાલશે. કથા ભોળેશ્વર મહાદેવ મંદિર, ભોઇ સમાજની વાડી, સુભાષ માર્કેટ પાછળ, ભોઇવાડા ખાતે યોજાઈ રહી છે. દરરોજ સવારે 9:30 થી 12:30 અને સાંજે 4 થી 7 કલાકે કથાનું શ્રવણ કરી શકાશે.
વ્યાસપીઠ પરથી કેતનભાઈ પુંજાણી (કેતન મહારાજ) કથાનું અમૃત રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન જગદંબા પ્રાગટ્ય પ્રસંગ, મહિષાસુર મર્દિની પ્રાગટ્ય ઉત્સવ, દેવી સહસ્ર નામાવલી યજ્ઞ, તુલસી વિવાહ અને શિવ વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. 30 મે, 2026 ના રોજ સાંજે મહાપ્રસાદનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા આજુબાજુના વિસ્તારના લોકોને આ કથાનો શ્રવણ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

