હાવતડ ગામે શ્રી રામદેવ પીર આશ્રમમાં શ્રી રામદેવ ચરિત્ર કથાની પૂર્ણાહુતિ. લાઠી તાલુકાના દામનગર થી નજીક આવેલ શ્રી રામદેવ પીર આશ્રમમાં તા.૨૧-૨ થી શરૂ થયેલ શ્રી રામદેવ પીર ચરિત્ર માનસ કથાનો આજે તા.૨૭-૨ ને સોમવારે પૂર્ણાહુતિ ( વિરામ ) થયેલ છે. ભાવનગરવાળા શ્રી ભિમજીભગતે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. ગામ લોકોના સાથ ,- સહકાર થી આ આશ્રમના મહંત શ્રી શંભુભગત અને સેવક સમુદાય દ્વારા કથા દરમ્યાન ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)



