Gujarat

ઊનામાં મારામારીના કેસમાં ત્રણ શખ્સોને બે-બે વર્ષની સજા અને રૂ.૧ હજારનો દંડ..

ઊના શહેરમાં રહેતા છગન ચીના બારીયા, સુનિલ છગન બારીયા તેમજ મેહુલ છગન બારીયા ગત તા.૨૫ જુલાઇ ૨૦૧૪ ના રીક્ષા
ચલાવતા પરેશભાઇ મોહનભાઇ મકવાણાની પાસે આવી ભુડી ગાળો બોલી અને કહેલ કે તુ શું મારી સામે બોલે છે તેમ કહી ગાળો
બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલ છગન ચીના મકવાણા પાસે રહેલ છરી વડે હુમલો કરી પેટના ભાગે મારતા સરકો થઇ ગયેલ
હતો. જ્યારે સુનિલ અને મેહુલ બન્ને લાકડી વડે માર મારેલ હોય આ અંગે પોલીસમાં ફરીયાદ નોધાવેલ જે અંગેનો કેઇસ
એડી.જ્યુડીશનલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ જી ગામીતની દલીલોને ધ્યાને રાખી એડી.જ્યુડીશનલ કોર્ટે ત્રણેય શખ્સને બે
–બે વર્ષની સજા તેમજ રૂ.૧ હજારનો દંડ ફટકારેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *