Gujarat

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ગુજરાત લવાશે, પાકિ ડ્રગ્સ ઘૂસાડવાના કેસમાં થશે પૂછપરછ

અમદાવાદ
પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇ પર ગુજરાત એટીએસએ ગાળિયો કસિયો છે. બિશ્નોઇ પર પાકિસ્તાનથી ૧૯૪ કરોડનું ડ્રગ્સ મંગાવવાનો આરોપ છે. હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવવાની મંજૂરી મળી ગઇ છે. ગુજરાત છ્‌જીની ટ્રાન્ઝિટ કસ્ટડી દ્ગૈંછ કોર્ટે મંજૂર કરી છે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસે લોરેન્સની પુછપરછની માંગ કરી હતી. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે આ પહેલા ૬ પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે. ગુજરાતના દ્ગડ્ઢઁજીના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી છે. ગુજરાત એટીએસે આ પહેલા લોરેન્સ બિશ્નોઈના સાગરીતને પણ ઝડપી પાડ્યો હતો. ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત છ્‌જીને મોટી સફળતા મળી હતી. તેમણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો હતો. જણાવી દઈએ કે, રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું. નોંધનીય છે કે, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. આપને જણાવીએ કે, સુરતમાં ઓનલાઈન કાપડનો વેપાર કરતા વેપારીને લોરેન્સ બિશ્નોઇ ગેંગના માણસ તરીકેની ઓળખ આપી ૫ લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી. એટલું જ નહીં રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધ્યું હતુ.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *