ગુરુવારથી ગૌરી વ્રતનો આરંભ થયો છે. ત્યારે આ પાંચ દિવસ દિકરીઓ મીઠા વિનાનું મોળું ભોજન કરી માતા પાર્વતી તથા ભોલેનાથને પ્રસન્ન કરશે્.ત્યારે આ અલૂણા વ્રતની પૂર્વ સંધ્યાએ -બુધવારની સાંજે નડિયાદમાં પીજ રોડ પર નાયરા પેટ્રોલ પમ્પ પાસે ટેસ્ટી ફૂડ કોર્ટમાં આવેલ “એન્જિનિયર પાણી પુરી “તરફથી પ્રેરક કાર્યક્રમ યોજાયો.જેમા ગૌરી વ્રત કરનાર તમામ દીકરીઓને વિના મૂલ્યે પાણી પુરી ખવડાવી.….!!!
એન્જિનિયર પાણી પુરીના માલિક અને હનુમાન ભક્ત એવા પ્રકુંજકુમાર રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ તરફથી મિનરલ વૉટરમાં પાણી પુરી તૈયાર કરી ખાસ આયોજન કરાયું.
જે માટે શહેરની શાળાઓમાં તથા વિવિધ મંદિરો-જાહેર સ્થળોએ પ્રચાર પણ કરાયો.પરિણામે નડિયાદ અને આસપાસના ગામની ૨ વર્ષથી માંડી ૧૮ વર્ષ સુધીની લગભગ ૫૦૦૦ કરતાં પણ વધુ વ્રતધારી દીકરીઓએ આ એન્જિનિયર પાણી પુરીનો વિના મૂલ્યે લાભ લીધો હતો!!!.ટેસ્ટ મેં બેસ્ટ તેવી પાણી પુરી ખાવા માટે સાંજના પાંચથી રાતના અગિયાર વાગ્યા સુધી દીકરીઓના ટોળા અહીં ઉમટ્યા હતા.
કેટલાક દાતાઓના સહયોગથી આરંભાયેલ આ સેવાયજ્ઞમાં એન્જિનિયર પાણી પુરીના પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટ સાથે તેમના પત્ની વૃંદાબેન બ્રહ્મભટ્ટ, જતીનભાઈ બ્રહ્મભટ્ટ તથા આજુબાજુના સ્ટોલ ધારકો ખાસ મદદરૂપ બન્યા હતા. આ પ્રેરક સેવાકાર્યથી પ્રેરિત થઈ ટેસ્ટી ફૂડ કોર્ટના અન્ય સ્ટોલધારકોએ પણ પોતાની વાનગીઓનુ વેચાણ ખાસ રાહત દરે શરૂ કર્યું હતું.
મકસુદ કારીગર,ખેડા- કઠલાલ


