Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાના માછીમારો માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું જામનગર તા.૧૭. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૧૬ જુલાઈના રોજ જામનગર જિલ્લાના તમામ માછીમારો, બોટ માલીકો તથા જળાશયના ઇજારાદારો માટે એક જાગૃતિ અભિયાન Ocean Information & Advisory Services વિષય ઉપર જાગૃતિ અભિયાનનું આયોજન મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જામનગર તથા Indian National Centre for Ocean Information Services (INCOIS) હૈદરાબાદ દ્વારા સંયુક્ત રીતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં INCOIS હૈદરાબાદના અધિકારી શ્રી નિમીતકુમારે INCOIS દ્વારા આપવામાં આવતા વિવિધ ફોરકાસ્ટ અને માહીતીનો ઉપયોગ માછીમારી માટે કેવી રીતે કરવો અને તેમના ફાયદા અનેવિવિધ સેવાઓ વિશે વિગતવાર માહીતી આપી હતી. ત્યારબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, શ્રીમતી સંગીતા ભારદીયાએ આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં પ્રેરિત સંવર્ધનની શરુઆત અને તેના મહત્વ વિશે સમજ આપી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, i-khedut પોર્ટલ તથા મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ પ્રવ્રુતીઓ વિશે માહીતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી જયદિપ બારડ અને શ્રીજીગ્નેશ આયરા,માછીમાર મંડળીના પ્રમુખો, આગેવાનો, બોટ માલીકો તથા જળાશયના ઇજારાદારો ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૧૬ જુલાઈના રોજ જામનગર જિલ્લાના તમામ

માછીમારો, બોટ માલીકો તથા જળાશયના ઇજારાદારો માટે એક જાગૃતિ અભિયાન Ocean Information & Advisory
Services વિષય ઉપર જાગૃતિ અભિયાનનું આયોજન મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જામનગર તથા Indian
National Centre for Ocean Information Services (INCOIS) હૈદરાબાદ દ્વારા સંયુક્ત રીતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,
જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં INCOIS હૈદરાબાદના અધિકારી શ્રી નિમીતકુમારે INCOIS દ્વારા આપવામાં આવતા વિવિધ ફોરકાસ્ટ અને
માહીતીનો ઉપયોગ માછીમારી માટે કેવી રીતે કરવો અને તેમના ફાયદા અનેવિવિધ સેવાઓ વિશે વિગતવાર માહીતી આપી
હતી. ત્યારબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, શ્રીમતી સંગીતા ભારદીયાએ આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં પ્રેરિત સંવર્ધનની
શરુઆત અને તેના મહત્વ વિશે સમજ આપી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, i-khedut પોર્ટલ તથા
મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ પ્રવ્રુતીઓ વિશે માહીતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી જયદિપ બારડ અને શ્રીજીગ્નેશ આયરા,માછીમાર મંડળીના પ્રમુખો, આગેવાનો, બોટ
માલીકો તથા જળાશયના ઇજારાદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *