Gujarat

ઊનાના ઉંટવાળા ગામના જાપા પાસે અવેડાના પાણીમાં સેવાળના થર જામ્યા ગંદકી દૂર કરવા માંગ…

ઊનાના ઉંટવાળા ગામમાં આવેલ જાપાની પાસે આવેલ અવેડામાં સેવાળના થર જામી ગયા હોય તેમજ આસપાસ કાદવ કિચડથી
ગંદકીના થર જામી ગયા છે. આ પાણી પશુઓ તેમજ લોકો પીવા મજબુર બન્યા છે. આ અવેડા તેમજ ગંદકી દૂર કરવા ગ્રામ
પંચાયતના સરપંચને જાણ કરવા છતાં સફાઇ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે ગામ લોકોને તેમજ પશુઓને પાણી માટે
હાલાકી ભોગવી પડી રહી છે. આ બાબતે ગ્રામજનોએ સરપંચને જાણ કરતા સફાઇ કરાવાને બદલે લોકોને ધમકીઓ આપતા હોવાનો
આક્ષેપ કર્યો હતો. ચોમાસાની સીઝન હોવાથી દુષિત પાણી પીવાના લીધે રોગચાળો ફાટી નિકળશે તેનો જવાબદાર કોણ ? ગામમાં
લોકો પાણી વેરો, ઘર વેરો ભરવા છતાં સમસયર ગ્રામ પંચાયત દ્રારા સફાઇ કરવામાં આવતી ન હોય જેથી તાત્કાલી યોગ્ય કાર્યવાહી
કરી લોકો અને પશુના હિતમાં સફાઇ કરાવામાં આવે તેવી અલ્પેશભાઇ ભીખુભાઇ સાંખટે તાલુકા વિકાસ અધિકારીએ લેખિત
રજુઆત કરી માંગ કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *