Gujarat

દ્વારકા ટુડે અને જનતા કી જાનકારી ન્યુઝ ના યુવાપત્રકાર ઓમ થોભાણીનો જન્મદિવસ

જય જય જય જય દ્વારકાધીશ અને જય જય જય જય ઠાકરનો નાદ લોકોમાં ગુંજતો અને લોકપ્રિય કરનારા તેમજ દ્વારકાધીશ મંદિરથી હર હંમેશ ધ્વજારોહણનું લાઈવ કરી લાખો ચાહકોની ચાહના મેળવનારા દ્વારકા ટુડેના યુવા પત્રકાર ઓમ થોભાણીનો આજે તારીખ 17 મી ઓગસ્ટના રોજ જન્મદિવસ હોય ત્યારે ચારેકોરથી શુભેચ્છાઓનો ધોધ તેમના પર વરસી રહ્યો છે.
 પત્રકાર હોવા ઉપરાંત થોભાણી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે.
દ્વારકામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લો અને સમગ્ર ગુજરાતમાં એક બોહળો ચાહકવર્ગ ધરાવે છે.
પત્રકારત્વ અને સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા સેલમાં મીડિયાની જવાબદારી પણ ઓમભાઈ સંભાળે છે અને સાથે સાથે દ્વારકા ટુડે અને જનતા કી જાનકારી ન્યુઝ નાં માધ્યમથી સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે જેમાં 25 વર્ષ જૂની ગૌશાળામાં સમયાંતરે તેના જે ચાહકો છે તેમના જન્મદિવસને દિવસે દ્વારકા ટુડેના માધ્યમથી તેઓ દાન એકઠું કરવામાં પણ મહત્વની ભૂમિકા ધરાવે છે.
દ્વારકા ખાતે દર્શને આવનારા અને ઓમભાઈનાં સંપર્કમાં હોય તેવાં તમામ સ્નેહીઓ સાથે ઑમભાઈ સંપર્કમાં રહે છે અને દ્વારકા મંદિરમાં દર્શનની વ્યવસ્થા કરાવવાની જવાબદારી સહર્ષ સ્વીકારે છે અને એ કારણે પણ દ્વારકામાં અને દ્વારકા બહાર ઑમભાઈ થોભાણી નો એક ચોક્કસ ચાહક વર્ગ છે.
આ ચાહક વર્ગ આજે ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત એવા શ્રી ઓમભાઈ થોભાણી માથે અપાર પ્રેમ અને આશીર્વાદ વરસાવી રહ્યા છે અને એમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.
ઓમ થીભાણી અકિલાનાં મોભી આદરણીય શ્રી . કિરીટભાઇને પોતાના માર્ગદર્શક હોવાનું ગૌરવ પૂર્વક જણાવી , પોતાની પ્રગતિમાં આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સિહ ફાળો હોવાનું તેઓ નિસંકોચ સહુ સમક્ષ સ્વીકારે છે
ઓમભાઈનો સંપર્ક કરવો હોય તો એમના ફોન નંબર *+917490072004* પર તમે સંપર્ક કરી અને તમારી પણ શુભેચ્છા આપી શકો છો.

IMG-20230816-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *