બોડેલી તાલુકાના જબુગામ સહિતના -ગામોમાં આતશબાજીના ઝગમગાટ સાથે મીઠાઇનું વિતરણ
ઉમંગ ઉત્સાહ અને આનંદનું સર્જાયું વાતાવરણ
ઇસરોના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડીંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. ચંદ્ર પર યાન વિક્રમનું લેન્ડીંગ થતા ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે. સમગ્ર ભારતમાં ગઇકાલે ફટાકડા-મીઠાઇ વહેંચીને ખુશી વ્યકત કરી હતી તેમ બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડીંગ થતા ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. લોકોએ ફટાકડા ફોડીને સિધ્ધિને બિરદાવી હતી. મીઠાઇનું વિતરણ કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વ જેવો માહોલ સર્જાયો હતો બોડેલી તાલુકાના જબુગામ સહિતના -ગામોમાં આતશબાજીના ઝગમગાટ સાથે મીઠાઇનું વિતરણ : જાણે જન્માષ્ટમી પૂર્વેનું ઉમંગ ઉત્સાહ અને આનંદનું સર્જાયું વાતાવરણ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

