બાગાયત વિભાગની યોજના અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટરની તાલીમ તા.૧૮ ઓગસ્ટના રોજ સાર્વજનિક કન્યા શાળા, તાલુકા સંખેડા, જિલ્લો: છોટાઉદેપુર ખાતે યોજાયેલ હતી. જેમાં ૪૦ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યોજનામાં તાલીમાર્થીઓને શ્રી અભિજિત.એન. પંચભાઈ, બાગાયત અધિકારીએ (જીલ્લા કક્ષા) કિચન ગાર્ડનીંગ, હેદ્રોફોનીક્ષ તથા વેલ્યુએડીશન જેવા વિષયો પર તાલીમ આપી હતી. કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લો-છોટાઉદેપુર તરફથી શ્રી અભિજિત એન. પંચભાઈ, બાગાયત અધિકારી(જીલ્લા કક્ષા) અને શ્રી પ્રકાશભાઈ એમ બારિયા, બાગાયત અધિકારી, તાલુકા-નસવાડીના હસ્તે તાલીમાર્થીઓને ફાઈલ અને કીટ સાથે સાથે આણંદ કૃષિ મહાવિદ્યાલયના ભીંડા તથા રીંગણના બિયારણના પેકેટ અને ૫ કિલોગ્રામ વર્મી કમ્પોસ્ટનું વિતરણ દરેક તાલીમાર્થીઓ માટે કર્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

