Gujarat

નડીયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે  એન.વી.એસ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ -૨૦૨૩નો શુભારંભ

મકસુદ કારીગર,કઠલાલ
અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલના હસ્તે કરવવામાં આવ્યો શુભારંભ
ભારતભરના જવાહર નવોદય વિદ્યાલયના ૬૪૦ ખેલાડીઓ બન્યા ખેડા જિલ્લાના મહેમાન
ખેડા જિલ્લામાં નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નવોદય વિદ્યાલય સમિતિ (એન.વી.એસ) દ્વારા  એથ્લેટિકસ ચેમ્પિયનશીપ -૨૦૨૩નો શુભારંભ અમૂલ ડેરીના ચેરમેન  વિપુલભાઈ પટેલના હસ્તે  કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કલેક્ટર કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં  વિપુલભાઈ પટેલ દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત અમૂલ  ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલના હસ્તે  ખેલાડીઓને મશાલ આપી કરવામાં આવી હતી.
     એન.વી.એસ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ -૨૦૨૩માં ભારતભરના ૦૮ રીઝીયનમાંથી જવાહર નવોદયમાં ભણતા કુલ ૬૪૦ ખેલાડીઓ તા.૨૪,૨૫,૨૬ સુધી ખેડા જિલ્લાના મહેમાન બન્યા છે.
આ આઠ રીઝીયાનમાં ભોપાલ, ચંડીગઢ, હૈદરાબાદ, જયપુર, લખનૌ, પટના, શિલોંગ અને પુણે રીઝીયનનો સમાવેશ થાય છે.
ઉલ્લખેનીય છે કે  નવોદય વિદ્યાલય સમિતિ નવી દિલ્હી દ્વારા દેશના વિવિધ રાજ્યોના જવાહર નવોદય વિદ્યાલયના બાળકો ક્લ્સ્ટર અને રીઝીનલ કક્ષાએ વિજેતા બની નેશનલ લેવલમાં રમવા માટે ગુજરાત આવ્યા છે. આ ખેલાડીઓની જવાબદારી પુના વિભાગના ડેપ્યૂટી કમિશ્નર શ્રી બી.વેંકટેશ્વર દ્વારા અને જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ (ખેડા)ના આચાર્ય શ્રી. અનિલ એસ કામ્બલેને   તેમજ વિદ્યાલયના વ્યાયામ શિક્ષકો જયેશ દેસાઈ અને સુનંદા પાડવી ને સોપવામાં આવી છે. જેઓએ નેશનલ ખેલનું આયોજન નડીયાદ ખાતે આવેલી સ્પોર્ટ્સ એકેડેમીમાં  તારીખ ૨૪-૦૮-૨૦૨૩ થી ૨૬-૦૮-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા કલેક્ટર  કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલ અગ્રવાલ, નવોદય વિદ્યાલય રીઝીનલ ઓફિસ પુના વિભાગના ડેપ્યૂટી કમિશ્નર  બી. વેંકટેશ્વર અને એસીસ્ટન્ટ કમિશ્નર મેરી પી. મણિ, ખેડા જિલ્લા રમત ગમત અધિકારી મનસુખ તાવેથીયા, ભારતનું ગૌરવ વધારતા ખેલાડીમાં સેજલ કટારા તેમજ સિરમન મુરંડ સાથોસાથ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા કોચ તેમજ ખેલાડીઓ અને  વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230824-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *