Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની કિં., ૨૬,૪૦૦/- તથા અંગ ઝડતીના રોકડા રૂપીયા ૨૬૦-મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૬૬૦ નો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોવીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીડ્રાઇવ અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીક્તના આધારે ધોળીસામેલ બસ સ્ટેન્ડ પર ભારતીય બનાવટના વિદેશી દારૂ(કવાટરીયા)ની બોટલો નંગ-૨૪૦ ની કિંમત રૂપીયા- ૨૬,૪૦૦/- તથા આરોપીની અંગ ઝડતીના રોકડા રૂપીયા ર૬૦/- મળી કુલ કીમત રૂપીયા- ૨૬,૬૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રાજુભાઇ ખીમલાભાઇ જાતે રાઠવાને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી
કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230824_190630.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *