કઠલાલ તાલુકાની ગોગજીપૂરા પ્રાથમિક શાળામાં ગોગજીપૂરાના વતની તેમજ કઠલાલ -કપડવંજ ના ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ના જન્મદિવસની ઉજવણી પ્રસંગે શાળાના બાળકો દ્વારા રંગોળી,ચિત્ર સ્પર્ધા,કવીઝ સ્પર્ધા,નિબંધ લેખન તેમજ ગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. રંગોળી,
ત્યારે આ કાર્યક્રમમાં ગામના સરપંચ ભરતભાઇ ઝાલા ,શાળાના બાળકો,શાળા પરિવાર તેમજ અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ વાહટ્સ વિડીઓ કોલ થી હાજરી આપી હતી.જ્યારે બાળકો દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવી તેમજ બાળકોને સમગ્ર સ્ટાફે ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું હતું તેમજ ધારાસભ્યને શાળાના આચાર્ય, શાળા પરિવાર તથા એસએમસી કમિટી દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મકસુદ કારીગર,કઠલાલ

