*કોઈનવડે જુગાર રમતા કુલ ₹13,99,300 માલમુદ્દા સહીત ઝડપી લેતી એલસીબી પોલીસ*
ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે. લાખો કરોડો લેખકોની આસ્થા નું કેન્દ્ર એવું અંબાજી ખાતે રાજમંદિર હોટલમાં ત્રીજા માળે 19 જુગારીઓ ઝડપાયા હતા. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જુગારીઓ સક્રિય થયા છે ત્યારે બહારના જુગારીઓ બીજા ગામમાં જુગાર રમવા જાય છે. અંબાજી મંદિર સાત નંબર વીઆઈપી ગેટ થી નજીક આવેલી રાજમંદિર હોટલમાં એલસીબી પોલીસે રેડ કરીને 19 જુગારીઓ ઝડપતા અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અંબાજીની રાજમંદિર હોટલમાં કોઈન વડે જુગાર રમતા 19 યુવકો રોકડ સહિત કુલ ₹13,99,300 માલમુદ્દા સહીત ઝડપી લેતી એલસીબી પોલીસ
,જે આર મુથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લા દારૂ જુગાર પ્રવૃત્તિ નાબૂદ તથા તે અંગે કડક અમલ અમલવારી કરવા સૂચના કરતા
ડીઆર ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા પી એલ આહીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર lcb તથા પોલીસ સ્ટાફ ના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી માહિતી આધારે અંબાજી ટાઉન માં આવેલી રાજમંદિર હોટલમાં ત્રીજા માળે રેડ કરતા
1. મિતેશભાઇ ઠક્કર, રહે. પાલનપુર
2.મુરલીધર કાલેર ભાંડ રહે. અંબાજી
3.જગુભા રાઠોડ રહે. ભાભર 4.અતુલભાઇ ઠક્કર, ભાભર 5.રાહુલભાઈ લુહાર, ભાભર
6. ગૌતમભાઈ રાજગોર,ધરનાળમોટી
7.ભરતભાઈ માળી,દિયોદર 8.રસિકભાઈ લુહાર રહે વખા 9.આનંદભાઈ સોની રહે ભાભર.
10.મહિપતસિંહ રાઠોડ રહે ભાભર
11.અંકિતગીરી ગોસ્વામી રહે ખેરાલુ
12.આનંદભાઈ સોની રહે ડભોડા
13.રમેશભાઈ માળી રહે વખા ગોડીયા
14.સાગરભાઇ ઠક્કર રહે પાટણ 15.વિશાલસિહ રાઠોડ રહે ભાભર
16.રાહીલ ધાચી રહે ભાભર 17.કનુભા દરબાર 18.અરવિંદભાઈ માળી રહે ભાભર .
19 ઇન્દુભા સોલંકી ના લોકો કોઈન વડે જુગાર રમતા 13,99,300 નામ માલમુદ્દા સાથે ઝડપી પાડતી એલસીબી પોલીસ પાલનપુર દ્વારા ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ 4,5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
હાઈ પ્રોફાઈલ જુગાર કેસમાં હોટલના મેનેજરએ આરોપીઓને હોટલના રૂમમાં જુગાર રમવા માટે વિશિષ્ટ પ્રકનું ટેબલ (બોર્ડ) તથા અન્ય સંસાધનો ઉપલબ્ધ કરાવેલ હોવાનું જણાઈ કારણ અને આયર કે આવતાં પોલીસે સ્થળ ઉપરથી તેની પણ ધરપકડ કરેલ છે અને આ જુગારના કેસમાં અન્ય લોકોની સંડોવણી હોઈ શકે વગેરે બાબતની તપાસ હાથ ધરેલી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

