Gujarat

ઉના સિવિલ કોર્ટમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી….પતિ પત્ની વચ્ચે કેસ ચાલતો હોય કોર્ટની તારીખમાં આવેલી મહિલા ચાલુ કોર્ટમાં દવા પી લેતા દોડાદોડી મચી ગઇ.

ઉનાની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં અચાનક તારીખમાં આવેલી મહિલા એ સમાધાનની વાતચિત ચાલતી હતી તે દરમ્યાન બે પુત્રો માતા એ ઝેરી દવા ગટગટાવી લેતાં ચાલું કોર્ટમાં ભાગદોડ મચી જવા પામી હતી. મહિલાની જીંદગી બચાવવા તાત્કાલિક એમરજનસી એમ્બ્યુલન્સ 108 બોલાવીને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ઉનાનાં ચાચકવડ ગામે રહેતી ઉષા હિતેષભાઈ દાફડા, એ ધારી તાલુકાના નાગદ્રા ગામનાં હિતેષભાઈ જગાભાઈ દાફડા સાથે પ્રેમ થતાં પોતાની મરજી થી પ્રેમ લગ્ન કર્યા હતાં. અને લગ્ન સંસાર દરમિયાન બે પુત્રની માતા બનેલ હતી. આ દશ વર્ષનાં લગ્ન જીવનમાં ઉષાબેનને એક 9 વર્ષ તેમજ એક 4 વર્ષનો પુત્ર હોય પતિ દ્વારા અવાર નવાર સારીરીક માનસિક ત્રાસ આપવા આવતો હોય જેથી ચાચકવડ ગામે આવી રહેતાં હતાં. અને ઉના પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં ઉષાબેન તેમનાં પતિ હિતેષ દાફડા સામે ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. અને કોર્ટમાં મહિલાનાં પતિ તેમનાં પુત્રને લઇ આવેલ નહિ મહીલાને લાગી આવતા કૉર્ટમાં દવા પી લેતા દોડધામ મચી ગયેલ.
ચાલું કૉર્ટમાં અચાનક ઉષાબેન હિતેષભાઈ દાફડા એ પોતાના પાસે રહેલી ઝેરી દવાની બોટલ મોંઢે માંડી ગટગટાવી લીધી હતી. આ બનાવ બનતાં નામદાર અદાલતમાં દેકારા સાથે નાસભાગ અને દોડાદોડી મચી ગયેલ તાત્કાલિક ઉના એમરજનસી એમ્બ્યુલન્સ ૧૦૮ બોલાવીને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ ઘટના બનતાં તાત્કાલિક મામલતદાર તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
ઉષાબેન તેમજ હિતેશએ લગ્નની ધાર્મિક વીધી કર્યા વગર માત્ર પ્રેમ લગ્ન કરી સંસાર માંડી લીધું હતું. અને દશ વર્ષ દરમિયાન બે પુત્ર હોય પતિને અન્ય કોઈ સાથે અફેર લફરું ચાલતું હોવાથી ઉષાબેન એ કેસ ખાધાં ખોરાકીનો કરેલ તેમાં તારીખ હોવાથી હિતેષ પોતાના દીકરાને લઈને નહીં આવતાં આ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ ઉના સરકારી હોસ્પિટલમાં ઉષાબેનની સારવાર ચાલું હોય આ અંગે પોલીસએ તપાસ હાથ ધરી છે.

IMG-20240130-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *