ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે તાજેતરમાં સ્વ. રામભા ખીમભા બાબરીયા પરિવારના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે લોહાણા મિત્ર મંડળ અને શિવમ સોસાયટી 2 (શિવમ ગ્રુપ) દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં 70 બોટલ રક્ત એકત્ર થયું હતું. જે અહીંની બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવ્યું હતું. દરેક રક્ત દાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.

અહીંના સેવાભાવી યુવાન પંકજ બાબરીયા તેમજ અન્ય સહયોગી કાર્યકરોની દ્વારા આયોજિત આ કેમ્પમાં 91મી વખત રક્તદાન કરવા સબબ પંકજભાઈ બાબરીયાની આ સેવા પ્રવૃત્તિને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી.
આ સમગ્ર સેવા પ્રવૃત્તિ માટે મુખ્ય કાર્યકર પંકજભાઈ બાબરીયા, દિનેશભાઈ બોડા, મહેશભાઈ નકુમ સાથે લાયન્સ ક્લબના પ્રમુખ નિમિષાબેન નકુમ, હાડાભા જામ, ધીરેનભાઈ બદીયાણી, યોગેશભાઈ મોટાણી, વિગેરે ઉપરાંત લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પ્રફુલભાઈ દાસાણી, પરેશભાઈ સામાણી, વગેરે સાથે શિવમ સોસાયટીના કાર્યકરો દિનેશભાઈ બોડા તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ આયોજનમાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકાર્યમાં સહયોગી દરેક રક્તદાતાઓનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




