સાવરકુંડલામાં હિન્દુયુવાસંગઠન દ્વારા ૧૦૮ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
સાવરકુંડલા તાલુકા માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રા એ સાવરકુંડલા શહેરને રંગીન બનાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન ના યુવાનોએ આ આયોજનને સફળ બનાવ્યું હતું. જેમાં શાહી ટ્રેક્ટર, રજવાડી રથ, ડીજે, નાસિક ઢોલ અને શણગારેલી બાઇકોની ભવ્ય શોભાયાત્રામાં બહેનો દ્વારા તલવાર રાસ દંડ યુદ્ધ તેમજ શોભાયાત્રા ના રૂટ પર મટકી ફોડ કાર્યક્રમ એ લોકોને આકર્ષિત કર્યા હતા અને કુસ્તી કલા જેવી અન્ય કલાઓ પણ રજૂ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ મૂર્તિઓ, ઢોલ, નગારા અને ધુન વગાડતા લોકોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભજન-કીર્તન કરીને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી. આ શોભાયાત્રા સાવરકુંડલાની સાંસ્કૃતિક વારસોનું પ્રતિનિધિત્વ કરતી હતી અને શહેરની એકતાનું પ્રતીક બની હતી.


